Friday, 26 February 2016

ગઝલ 

અંતર  સાથે  વાત  કરી  મેં,
ઉજળી -ઉજળી રાત કરી મેં.

જાત   મારી    ભૂંસી- છેકીને ,
જીવનની નવી ભાત કરી મેં .

કારણ વિણ 'હું' આડો  આવે,
એની   સાથે  ઘાત   કરી  મેં .

મન પર મારા મેલ ચડ્યું છે,
ભેગી  આખી   નાત  કરી  મેં.

હું માણસ,પડછાયો થઈ ગ્યો ,
લાગણીઓને  મ્હાત કરી  મેં .

કોણ ચોરી ગયું  માનવતાને ?
તપાસ  એની  'કાન્ત' કરી મેં.
                  ***
-'કાન્ત'

    

No comments:

Post a Comment