ગઝલ
કયા રુદિયામાં તડ પડી છે મસ્તાની રાણી ?
કઈ ઈચ્છાની આશ જડી છે મસ્તાની રાણી ?
રાવ- બહાદુર -મહેલ -મિનારા -માણેક- મોતી ,
ઇશ્કની આ અણમોલ ઘડી છે મસ્તાની રાણી .
કોણ હતું એ તારાં સ્વપ્નોને ખંડિત કરનારું ?
રાજઘરાનાની રસમ નડી છે મસ્તાની રાણી .
તેં ચાહ્યો તો દિલબરને અંતરના અજવાળે,
મેડી પર તો રાત દડી છે મસ્તાની રાણી .
ઈતિહાસ ગવાહ છે બાજીરાવ મરાઠાનો,
જોડેલી એ તવારીખ કડી છે મસ્તાની રાણી .
તારી જિંદગી એ પડઘો છે અતૃપ્ત ચાહતનો,
'કાન્ત' ની પણ આંખ રડી છે મસ્તાની રાણી .
----------------------------------------------------
-'કાન્ત'

No comments:
Post a Comment