ગઝલ
તારી સમીપ પહોંચવું મારે,
પગલાં પડી ગયાં વસંતના.
જમણી આંખ સવારથી ફરકે,
વાવડ જડી ગયા વસંતના.
સોનાવરણી જો કુદરત મ્હેકે,
ટેરવાં અડી ગયાં વસંતના.
ફૂલ-પતંગિયાંના રંગો પંપાળે,
ઝાકળબિંદુ દડી ગયાં વસંતના.
રમ્ય લાગે છે ગિરિવર શિખરો ,
દ્રશ્યો આંખેઝડી ગયાં વસંતના.
પંખીના કલરવનો ગુંજારવ,
ને ,ટહુકા ભળી ગયાં વસંતના .
માનવ હૈયાં ફાટફાટ મસ્તીથી,
રંગ -રાગ ચડી ગયાંવસંતના.
***
-'કાન્ત'
તારી સમીપ પહોંચવું મારે,
પગલાં પડી ગયાં વસંતના.
જમણી આંખ સવારથી ફરકે,
વાવડ જડી ગયા વસંતના.
સોનાવરણી જો કુદરત મ્હેકે,
ટેરવાં અડી ગયાં વસંતના.
ફૂલ-પતંગિયાંના રંગો પંપાળે,
ઝાકળબિંદુ દડી ગયાં વસંતના.
રમ્ય લાગે છે ગિરિવર શિખરો ,
દ્રશ્યો આંખેઝડી ગયાં વસંતના.
પંખીના કલરવનો ગુંજારવ,
ને ,ટહુકા ભળી ગયાં વસંતના .
માનવ હૈયાં ફાટફાટ મસ્તીથી,
રંગ -રાગ ચડી ગયાંવસંતના.
***
-'કાન્ત'
No comments:
Post a Comment