Saturday, 27 February 2016

ગઝલ 

પથારો  તારો  સમેટી  તું  લે,
દુઃખ ,દર્દ ,વેદના વેઠી તું લે.

બધાંને   બધું   મળતું  નથી,
પ્રવેશી  ભીતર  લેટી  તું  લે.

ફૂંફાડા મારે ગર્વની  નાગણ ,
ચાલ કરંડિયાની પેટી તું લે.

ઈચ્છાને રંગવાની રમતમાં, 
ઊંચેથી   એને   હેઠી   તું  લે.

તોફાન  કરે  છે  શ્વાસ  તારા,
કાબુમાં  કરવા  સોટી  તું  લે.
               ***
-'કાન્ત'




No comments:

Post a Comment