ગઝલ
ચાલ રંગોળી ભાત કરી લે,
ખુદ ને તું રળિયાત કરી લે.
અજવાળું ઊગ્યું આંગણીયે,
જાત સાથે તું વાત કરી લે.
સતત શ્વાસની હેરાફેરીમાં,
ફિશિયારીને તું મ્હાત કરી લે.
કંઈક હોવાનો દાવો ઠોકીને,
મૃત્યુની પણ તું ઘાત કરી લે.
લાલાશ ઊતરી છે સંધ્યાની,
રંગ સોનેરી તું સાત કરી લે.
જોઈ લે કુદરતના દ્રશ્યો ને ,
સરોવરમાં તું પ્રપાત કરી લે.
***
-'કાન્ત'
ચાલ રંગોળી ભાત કરી લે,
ખુદ ને તું રળિયાત કરી લે.
અજવાળું ઊગ્યું આંગણીયે,
જાત સાથે તું વાત કરી લે.
સતત શ્વાસની હેરાફેરીમાં,
ફિશિયારીને તું મ્હાત કરી લે.
કંઈક હોવાનો દાવો ઠોકીને,
મૃત્યુની પણ તું ઘાત કરી લે.
લાલાશ ઊતરી છે સંધ્યાની,
રંગ સોનેરી તું સાત કરી લે.
જોઈ લે કુદરતના દ્રશ્યો ને ,
સરોવરમાં તું પ્રપાત કરી લે.
***
-'કાન્ત'
No comments:
Post a Comment