પ્રેમ
પ્રકૃતિનો પયગામ પ્રેમ છે ભઈ પ્રેમ છે,
રાધાનો ઘનશ્યામ પ્રેમ છે ભઈ પ્રેમ છે.
બાગમાં,અનુરાગમાં , સકલ આ સંસારમાં ,
જસોદાનો શ્યામ પ્રેમ છે ભઈ પ્રેમ છે.
કસુંબલ આંખડીનો એ છે રૂડો કસબ,
દિલમાં કોતરેલું નામ પ્રેમ છે ભઈ પ્રેમ છે.
ને, હલકારો આંખ લૂછતો જો નીકળે,
શબ્દમાં ચીતર્યું ગામ પ્રેમ છે ભઈ પ્રેમ છે.
રંગ ફાગણના ભરી ફાગ ખેલવા છે હૈયે,
જયશ્રીકૃષ્ણ;ને સલામ પ્રેમ છે ભઈ પ્રેમ છે.
-----------------------------------------------
-'કાન્ત'

No comments:
Post a Comment