અટકો !
મનમાં ઘણે થાય ખટકો ,
બંધુ હવે તો અહીં અટકો.
આ સમજણની વાચા ફૂટે ,
કાબાઓ અર્જુનને છો લૂંટે.
શા માટે આમતેમ ભટકો ?
0બંધુ
ઈચ્છાઓનો શો ભરોશો ?
જન્મારો શું આમજ ખોશો ?
વડવાઈ પર શેં અદ્ધરલટકો ?
0બંધુ
સૂરજ ડૂબે છે રોજ આથમણે ,
ભાગ્ય લખાણું છે આ લમણે.
શ્વાસની નાગચૂડ,શેં છટકો ?
0બંધુ
તૃષ્ણા પથ છે મન ભાવન,
રોજ આપણી આવનજાવન.
એ પંથ પર તમે શેં બટકો ?
***
-'કાન્ત'
મનમાં ઘણે થાય ખટકો ,
બંધુ હવે તો અહીં અટકો.
આ સમજણની વાચા ફૂટે ,
કાબાઓ અર્જુનને છો લૂંટે.
શા માટે આમતેમ ભટકો ?
0બંધુ
ઈચ્છાઓનો શો ભરોશો ?
જન્મારો શું આમજ ખોશો ?
વડવાઈ પર શેં અદ્ધરલટકો ?
0બંધુ
સૂરજ ડૂબે છે રોજ આથમણે ,
ભાગ્ય લખાણું છે આ લમણે.
શ્વાસની નાગચૂડ,શેં છટકો ?
0બંધુ
તૃષ્ણા પથ છે મન ભાવન,
રોજ આપણી આવનજાવન.
એ પંથ પર તમે શેં બટકો ?
***
-'કાન્ત'
No comments:
Post a Comment