ગઝલ
રંગ આંખોમાં ભરી સ્વપ્નને સાકાર કર,
જૂઠી આશા છોડ, તારી જાતને તૈયાર કર.
બીડું ઝડપ્યું છે તો ,વિશ્વને બતાવી દે,
પાછા પ ગ માંડવાનો ન વિચાર કર.
જિંદગીનો એ જ સાચો નકશો છે અહીં,
રણ મળે કે ઝરણ, એને તું પસાર કર.
તને સાચો રસ્તો નહીં બતાવે આ દુનિયા,
હાથ જાલીને તું જ , ખુદને પડકાર કર.
સસ્તું નથી કવિની કવિતાનું અસ્તિત્વ,
શબ્દને ગતિ આપ,નિરાકારને આકાર કર.
ચાલ ,માણસ બનીને જોઈ લે તમાશા,
પાનખર ને વળાવ ,વસંતનો સત્કાર કર.
***
-'કાન્ત'
રંગ આંખોમાં ભરી સ્વપ્નને સાકાર કર,
જૂઠી આશા છોડ, તારી જાતને તૈયાર કર.
બીડું ઝડપ્યું છે તો ,વિશ્વને બતાવી દે,
પાછા પ ગ માંડવાનો ન વિચાર કર.
જિંદગીનો એ જ સાચો નકશો છે અહીં,
રણ મળે કે ઝરણ, એને તું પસાર કર.
તને સાચો રસ્તો નહીં બતાવે આ દુનિયા,
હાથ જાલીને તું જ , ખુદને પડકાર કર.
સસ્તું નથી કવિની કવિતાનું અસ્તિત્વ,
શબ્દને ગતિ આપ,નિરાકારને આકાર કર.
ચાલ ,માણસ બનીને જોઈ લે તમાશા,
પાનખર ને વળાવ ,વસંતનો સત્કાર કર.
***
-'કાન્ત'
No comments:
Post a Comment