ગુજરાતી છું !
ધન્ય ધન્ય આ જીવન મારું,હું ગુજરાતી છું ,
મસ્ત ખીલેલું ચમન મારું, હું ગુજરાતી છું .
નર્મદ,ઉમાશંકર,ગોવર્ધન ,અખાનો વારસ,
મીરાંનો કવન ઉપાસક , હું ગુજરાતી છું .
નર્મદા,તાપી ,મહી ,મા - જનની છે મારી,
ગિરનારનો મસ્ત ભ્રમણ , હું ગુજરાતી છું .
મારી માતૃભાષા સમગ્ર વિશ્વમાં ફેલાઈ,
ગુજ્જુ ;વિશ્વમાં કરું રમણ,હું ગુજરાતી છું .
મારી ગરવી માતૃભૂમિ તારો જયજયકાર ,
ક -ખ-ગ ના ખોળે છે શયન,હું ગુજરાતી છું .
***
-'કાન્ત'
ધન્ય ધન્ય આ જીવન મારું,હું ગુજરાતી છું ,
મસ્ત ખીલેલું ચમન મારું, હું ગુજરાતી છું .
નર્મદ,ઉમાશંકર,ગોવર્ધન ,અખાનો વારસ,
મીરાંનો કવન ઉપાસક , હું ગુજરાતી છું .
નર્મદા,તાપી ,મહી ,મા - જનની છે મારી,
ગિરનારનો મસ્ત ભ્રમણ , હું ગુજરાતી છું .
મારી માતૃભાષા સમગ્ર વિશ્વમાં ફેલાઈ,
ગુજ્જુ ;વિશ્વમાં કરું રમણ,હું ગુજરાતી છું .
મારી ગરવી માતૃભૂમિ તારો જયજયકાર ,
ક -ખ-ગ ના ખોળે છે શયન,હું ગુજરાતી છું .
***
-'કાન્ત'
No comments:
Post a Comment