Thursday, 18 February 2016

ગઝલ 

ચાલ ,ઈચ્છાઓને  તજીને  જોઈએ,
અને, પથ્થરોને     ભજીને  જોઈએ.

ક્યાંક   એમાંથીયે    મોતી  નીપજે,
આંસુઓને  હવે  સંગ્રહીને   જોઈએ .

આવવું ,  ન   આવવું  એના  ઉપર,
રાહ   શણગારી  , સજીને   જોઈએ.

આપણાં   આ   ફેફસાંમાં   કોક  દિ ',
શ્વાસ બીજાનાપણ શ્વસીને જોઈએ.

'કાન્ત' ભલે   આખો તણાઈ જાતો ,
વિરહના પૂરમાં  ધસીને   જોઈએ.
                     ***
-'કાન્ત'


No comments:

Post a Comment