ગઝલ
કયાં કહું છું કે જિંદગી વધારી આપો ?
જેટલી જીવવી છે, એમાં ખુમારી આપો .
હજી પણ ઇચ્છાઓના કિનારે ઊભો છું ,
આપી શકો તો સમયની સવારી આપો.
એમનાં આજે અહીં પગલાં થવાના છે,
ગુલશનમાં ફૂલની બે-ચાર ક્યારી આપો.
લાગે છે કે હવે રાત પૂરી થઈ ગઈ છે,
શબનમથી તરબતર પ્રિયા પ્યારી આપો .
મૃગજળ બની રખડતો રહું છું રણમાં,
તરસ મીઠા જળની હવે કુંવારી આપો.
'કાન્ત' મારા નામ સામે કશું ન મૂકો,
મનનો કચરો વાળવા બુઆરી આપો.
***
-'કાન્ત '
કયાં કહું છું કે જિંદગી વધારી આપો ?
જેટલી જીવવી છે, એમાં ખુમારી આપો .
હજી પણ ઇચ્છાઓના કિનારે ઊભો છું ,
આપી શકો તો સમયની સવારી આપો.
એમનાં આજે અહીં પગલાં થવાના છે,
ગુલશનમાં ફૂલની બે-ચાર ક્યારી આપો.
લાગે છે કે હવે રાત પૂરી થઈ ગઈ છે,
શબનમથી તરબતર પ્રિયા પ્યારી આપો .
મૃગજળ બની રખડતો રહું છું રણમાં,
તરસ મીઠા જળની હવે કુંવારી આપો.
'કાન્ત' મારા નામ સામે કશું ન મૂકો,
મનનો કચરો વાળવા બુઆરી આપો.
***
-'કાન્ત '
No comments:
Post a Comment