Sunday, 1 January 2017

ગઝલ 

મને  શબ્દના  વિસ્તાર  જેવું  કંઈ  મળે,
ને  કલમના  અવતાર  જેવું   કંઈ  મળે .

લેખિનીનો    સંબધ   વિસ્તરે  ચોતરફ, 
તોફાન  ને   પડકાર    જેવું   કંઈ   મળે.

આંખમાં  સ્વપ્નો    સજાવે    દિલરુબા,
હવે  અર્થના  ધબકાર  જેવું   કંઈ  મળે.

મૌનની  દીવાલ   બોલી  ઊઠે  ગર્વથી,
મને  હૃદયના  થડકાર  જેવું   કંઈ  મળે.

હું  અચાનક ફૂલને  સ્પર્શું  ઝાકળ બની,
વેદના-સંવેદનાના પ્રકાર જેવું કંઈ મળે.

જરા  બડબડી  લઉં  હું મારા  એકાંતમાં,
વેદ-વાણીના  ચમત્કાર  જેવું  કંઈ  મળે.

દિલનો  બગીચો  લાગણીથી તરબતર,
'કાન્ત'  સોનેરી  સંસાર  જેવું  કંઈ  મળે.
                       ***
-'કાન્ત'


No comments:

Post a Comment