Monday, 2 January 2017

ગઝલ 
લગાગા  લગાગા લગાગા લગાગા 

જરા  બડબડી  લઉં ,  તમારી  રજાથી ,
મજા હરઘડી  લઉં  ,  તમારી  રજાથી.

પરાજય   નથી   ને,  હવે   પામવામાં ?
સજા  અબઘડી   લઉં ,તમારી રજાથી.

વરસતી  તરસતી , હરખતી  ક્ષણોમાં,
સતત સળવળી  લઉં ,તમારી રજાથી.

તમે   આવજો   રોજ  મારા   શરણમાં,
જપી   ખટઘડી  લઉં ,તમારી  રજાથી .

હજી  તો  શબનમી ,પડી  છે ચમનમાં,
જરી   કરગરી   લઉં ,તમારી  રજાથી.

મને  હરવખત ઓળખ્યો છે  તમે તો,
ચરણમાં પડી  લઉં , તમારી  રજાથી .

કરું   છું  ચડાઈ ,   સમંદર   ખળભળે,
મરણથી  લડી  લઉં ,તમારી  રજાથી. 
                       ***
-'કાન્ત ' 













No comments:

Post a Comment