Monday, 16 January 2017

ગઝલ 

આવીને  ઊભું  કોઈ આંગણે, બારણાં  ખોલ,
શબ્દ  પણ  ટહુકા  કરે,એવી  ધારણાં  ખોલ.

આ તારી ગલીમાં ,આવ્યા પછી  કયાં  જવું ?
ખોવાઈને  જડી   જાઉં,  તું  સંભાવના ખોલ.

હદથી  નથી વધવું  હવે અનહદ તરફ મને,
બિંદુની  મધ્યમાં  રહું, કોઈ વિચારણા ખોલ.

આ  ગાંડોતૂર  દરિયો , ઊછળે  કેમ કિનારે ?
મઝધારના  એના તોફાન, ડરામણાં  ખોલ.

વાયરો  વાય  છે  આજે ,કામાય  સવારથી ,
પલળીએ  બેઉ  સાથે , મસ્ત ભાવના ખોલ.

રહી  ન  જાય અજંપો  જીવને , એટલું  ચહું ,
'કાન્ત ' હૃદય છાનું મલકે,પ્રસ્તાવના ખોલ.
                              ***
-'કાન્ત'



No comments:

Post a Comment