ગીત
પનઘટ પહોંચીને તમે, અમને પામી ગયા,
ને પછી ઊમટ્યાં લાગણીનાં પૂર !
નદીઓ ને ડુંગરા છુપાયા 'તા આંખોમાં,
સાજન ,વંકાતા હોઠ થયા ચકચૂર !
શમણું ગુલાબી, મુને રોજ પરોઢે પજવે ,
ને...થઈ જાઉં હું તો રાજી રાજી .
જીવનનું આકાશ ઝાંખું -ઝાંખું લાગે તો,
સુધારી લઉં તરત બગડેલી બાજી.
ઊંચકી અજવાળું , ઝટપટ આવી ગયા,
ને પછી અંધારું જતું રહ્યું દૂર-દૂર !
વીંટળાતી ગઈ હું સાહ્યબાની બાંહોમાં,
પરશ પામી હું માદક ભરપૂર !
લીંપી ગૂંપીને શણગારી લાગણીની ભીંત,
ને પછી ,પ્રેમનો અક્ષર મેં ટાંક્યો.
તુલસીકયારો હવે લીલોછમ મલકે,
ભળશે એમાં પાણિયારાની પ્રીત !
સઘળાં ચોઘડિયા, શુભ થઈ ગાઈ ગયાં ,
ને પછી ગીતોએ કર્યો કલશોર.
હરખાતી-મલકાતી ગઈ,ઘરના ઝાંપામાં,
ત્યાં , સખીઓએ ચીતર્યો તો મોર !
***
-'કાન્ત'
પનઘટ પહોંચીને તમે, અમને પામી ગયા,
ને પછી ઊમટ્યાં લાગણીનાં પૂર !
નદીઓ ને ડુંગરા છુપાયા 'તા આંખોમાં,
સાજન ,વંકાતા હોઠ થયા ચકચૂર !
શમણું ગુલાબી, મુને રોજ પરોઢે પજવે ,
ને...થઈ જાઉં હું તો રાજી રાજી .
જીવનનું આકાશ ઝાંખું -ઝાંખું લાગે તો,
સુધારી લઉં તરત બગડેલી બાજી.
ઊંચકી અજવાળું , ઝટપટ આવી ગયા,
ને પછી અંધારું જતું રહ્યું દૂર-દૂર !
વીંટળાતી ગઈ હું સાહ્યબાની બાંહોમાં,
પરશ પામી હું માદક ભરપૂર !
લીંપી ગૂંપીને શણગારી લાગણીની ભીંત,
ને પછી ,પ્રેમનો અક્ષર મેં ટાંક્યો.
તુલસીકયારો હવે લીલોછમ મલકે,
ભળશે એમાં પાણિયારાની પ્રીત !
સઘળાં ચોઘડિયા, શુભ થઈ ગાઈ ગયાં ,
ને પછી ગીતોએ કર્યો કલશોર.
હરખાતી-મલકાતી ગઈ,ઘરના ઝાંપામાં,
ત્યાં , સખીઓએ ચીતર્યો તો મોર !
***
-'કાન્ત'
No comments:
Post a Comment