Wednesday, 4 January 2017

ગઝલ 

ગાલગાગા  ગાલગાગા  ગાલગાગા  ગાલગા 

ગા  લગાનો  જોર  છે ,તો ચાલવું પડશે તને,
કાફિયાનો   શોર  છે,  તો ચાલવું પડશે  તને. 

શારદાના  બેસણા ,છે આપણા કલમ  ખડિયે,
યા ઇલાહી  દોર  છે  , તો  ચાલવું  પડશે તને.

મન વચાળે  કેટલા   મોતી   હવે  પાક્યા  કરે,
જો  સુહાની  ભોર છે, તો  ચાલવું  પડશે  તને.

આપણી બાજી અને, આજે વિજય છે આપણો,
આજ   જુદો તોર   છે,તો  ચાલવું પડશે  તને.

મૌનભીનાં  ફૂલનાં  માદક  પરશ ને  પામવા,
'કાંત'નો  આ પ્હોર છે,તો  ચાલવું  પડશે તને. 
                             ***
-'કાન્ત '


No comments:

Post a Comment