ગઝલ
આવો નશીલી આંખથી,વાતો કરીએ ,
ઊડતા પંખીની,પાંખથી ,વાતો કરીએ.
પીઠ પર બાંધી પુત્ર,જનેતામજૂરી કરે,
એવી જનનીની ,કાંખથી વાતો કરીએ.
મહેલ મિનારાઓ પાસે શાને નમીએ ?
ઝૂંપડામાં રહેતા, રાંકથી વાતો કરીએ.
કરંડિયામાં પાકેલી કેરીની શી મજા ?
ડાળીયે લટકતી,સાખથી વાતો કરીએ.
જીવીએ એવું કે,કાયનાત સલામ કરે,
આ ગઝલની સાખથી વાતો કરીએ.
***
-'કાન્ત'
*સાખ- ઝાડ ઉપર પાકેલું ફળ.
*સાખ -આબરૂ,પ્રતિષ્ઠા.
આવો નશીલી આંખથી,વાતો કરીએ ,
ઊડતા પંખીની,પાંખથી ,વાતો કરીએ.
પીઠ પર બાંધી પુત્ર,જનેતામજૂરી કરે,
એવી જનનીની ,કાંખથી વાતો કરીએ.
મહેલ મિનારાઓ પાસે શાને નમીએ ?
ઝૂંપડામાં રહેતા, રાંકથી વાતો કરીએ.
કરંડિયામાં પાકેલી કેરીની શી મજા ?
ડાળીયે લટકતી,સાખથી વાતો કરીએ.
જીવીએ એવું કે,કાયનાત સલામ કરે,
આ ગઝલની સાખથી વાતો કરીએ.
***
-'કાન્ત'
*સાખ- ઝાડ ઉપર પાકેલું ફળ.
*સાખ -આબરૂ,પ્રતિષ્ઠા.
No comments:
Post a Comment