અનુભૂતિ !
બાલ કવિઓમાં સંભાવના પડી છે,
ભીતર ધરબાયેલી,ભાવના પડી છે.
કવિતા દોડતી આવે , એમની પાસે.
શબ્દને સાધવાની,સાધના પડી છે.
ભાવ, લય, શણગાર હાથ વગાં છે,
કંઈક લખી શકવાની,કામના પડી છે.
કાવ્ય પઠનમાં માહિર છે આ દોસ્તો,
તાળી પડે કથનપર,ચાહના પડી છે.
વિસ્મયની દુનિયાના, છે એ વિષ્ણુ,
'કાન્ત' પાસે એ ,વિચારણા પડી છે.
***
-'કાન્ત'
બાલ કવિઓમાં સંભાવના પડી છે,
ભીતર ધરબાયેલી,ભાવના પડી છે.
કવિતા દોડતી આવે , એમની પાસે.
શબ્દને સાધવાની,સાધના પડી છે.
ભાવ, લય, શણગાર હાથ વગાં છે,
કંઈક લખી શકવાની,કામના પડી છે.
કાવ્ય પઠનમાં માહિર છે આ દોસ્તો,
તાળી પડે કથનપર,ચાહના પડી છે.
વિસ્મયની દુનિયાના, છે એ વિષ્ણુ,
'કાન્ત' પાસે એ ,વિચારણા પડી છે.
***
-'કાન્ત'
No comments:
Post a Comment