Monday, 23 January 2017

ગઝલ 

કયારેક  પગપાળાએ  સવારી  નીકળે,
ને, કોઈક  ઈચ્છા  પણ કુંવારી  નીકળે.

આભનું  કિસ્મત ,મળી જાય સસ્તામાં,
અપેક્ષાઓ    સઘળી   નઠારી   નીકળે.

વૈકુંઠથી   વિમાન   તેડવા  આવે   તો,
કેટલાની   જવા  ની  તૈયારી   નીકળે ?

ખાવ  ધાણાદાળ  સમજીને  જે   તમે,
મોઢામાં  મૂકો   ને  વરિયારી  નીકળે.

પૂછો, સંધ્યાએ  શણગાર કેમ સજ્યા ?
સૂર્ય -સાંજની સોબત વિચારી નીકળે.

વેચવા દોડો બાપ દાદાની સમજીને, 
ને,   એ  મિલકત   સહિયારી  નીકળે.

તરસ  લાગે  તમને મદિરા  પીવાની,
ને, સાદ પાડતી ,કો મહિયારી નીકળે.
                      ***
-'કાન્ત'



No comments:

Post a Comment