Monday, 30 January 2017

ગઝલ 

ગઝલ   નથી   આ ,  જીવન છે મારું,
કાબા ને કાશી સુધીનું,કવન છે મારું.

લઈ   લઉં  વૈકુંઠ ,  મારી  કાંધ  પર,
શ્રદ્ધા ને સમર્પણનું,એ હવન છે મારું.

ઉપનિષદ બોલતા રહે છે,કાફિયામાં,
રદીફની  રવાનગી, નમન   છે મારું.

ગાગાલગા  ગાગાલગા ,ચાલ્યા કરે,
છંદ ને  મીટર, હવે   સ્તવન છે મારું.

સૂર  બરાબર લાગ્યા કરે તરન્નુમમાં,
ભૈરવી  ને માલકોશ,ચયન છે  મારું.

થોડી  રાહ જોઉં, તાળીઓ  આવશે,
દુબારા  દુબારાનું ,  શ્રવણ  છે મારું.

રહેવું   છે  મોજમાં,  તો  આવી  જા,
કવિતા તો ,સૂફી  ભવન   છે   મારું.
                      ***
-'કાન્ત'

No comments:

Post a Comment