ગઝલ
શબ્દસંહિતાની આ સોબત છે,
તેથી ,શબ્દો સાથે મહોબ્બ્ત છે .
ઘૂંટું છું મને આખરી પળ સુધી,
કવિતા,મારી સાચી દોલત છે.
ગણગણું-સાંભળું, બેસાડું હોઠે,
માગેલી ખુદા પાસેની મન્નત છે.
ગીત-ગઝલની આ મહેફિલમાં,
વાગતી વાહ વાહની,નોબત છે.
સંકોરું-ખુલ્લી કરું ,સંવેદનાઓ,
'કાન્ત' છંદના બાણે હત છે.
***
-'કાન્ત'
શબ્દસંહિતાની આ સોબત છે,
તેથી ,શબ્દો સાથે મહોબ્બ્ત છે .
ઘૂંટું છું મને આખરી પળ સુધી,
કવિતા,મારી સાચી દોલત છે.
ગણગણું-સાંભળું, બેસાડું હોઠે,
માગેલી ખુદા પાસેની મન્નત છે.
ગીત-ગઝલની આ મહેફિલમાં,
વાગતી વાહ વાહની,નોબત છે.
સંકોરું-ખુલ્લી કરું ,સંવેદનાઓ,
'કાન્ત' છંદના બાણે હત છે.
***
-'કાન્ત'
No comments:
Post a Comment