ગઝલ
મારા અસ્તિત્વમાં જ હું કેદ છું
કયારેય ન ઓગળું ,એવો મેદ છું.
સહદેવ પણ જેને ન પામી શકે,
સદીઓથી સચવાયેલો ભેદ છું.
બંસરીના છેદ જો ગણગણી ઊઠે,
ચારે પ્હોર બોલતો પ્રેમ-વેદ છું.
આમ અધરાતે શાને રિસાય છે ?
ખળભળી ઊઠું એવો હું ખેદ છું.
'કાન્ત',શતરંજની બાજી માંડીએ,
ચક્રવ્યૂહનો અજાણ્યો છેદ છું.
***
-'કાન્ત '
મારા અસ્તિત્વમાં જ હું કેદ છું
કયારેય ન ઓગળું ,એવો મેદ છું.
સહદેવ પણ જેને ન પામી શકે,
સદીઓથી સચવાયેલો ભેદ છું.
બંસરીના છેદ જો ગણગણી ઊઠે,
ચારે પ્હોર બોલતો પ્રેમ-વેદ છું.
આમ અધરાતે શાને રિસાય છે ?
ખળભળી ઊઠું એવો હું ખેદ છું.
'કાન્ત',શતરંજની બાજી માંડીએ,
ચક્રવ્યૂહનો અજાણ્યો છેદ છું.
***
-'કાન્ત '
No comments:
Post a Comment