Saturday, 21 January 2017

ગઝલ 

અસહ્ય   વેદના  મને   ઘેરી   વળે   છે,
ક્યાં  કોઈ  આ  રક્તચાપને   કળે   છે ?

પોતાના અંશ  જયારે , આઘાત આપે,
આપમેળે જિંદગી મોત તરફ  ઢળે  છે.

માન્યું  જીવન,ઇશ્ર્વર નું વરદાન હશે,
પછી એમાં આટલા દર્દો કેમ ભળે  છે ?

નીલકંઠ  ઉતારી શકયા ઝેરને ભીતર ?
અહીં તો વિષનાં ઘૂંટડા, રોજ મળે  છે.

પાપ-પૂણ્યની  ,વ્યાખ્યા તો  બતાવો, 
'કાન્ત'ની  ચિતા,  ભળભળ  બળે   છે.
                       ***
-'કાન્ત'





No comments:

Post a Comment