Thursday, 12 January 2017

પતંગ 

આકાશી  ઉડ્ડયનનો  વિચાર છે,પતંગ !
નવી   આશાઓનો  સંચાર  છે  પતંગ !

દુનિયાના છેડા સુધી  ઊડે  છે કનકવો,
ઓતરાદા  પવનનો  ઉદ્ધાર  છે  પતંગ !

નાનો  હોય  મોટો  હોય,દેશી કે વિદેશી,
સૌનો   માનીતો   તહેવાર    છે  પતંગ !

અગાશી - ધાબા- કિનારા જીવંત લાગે, 
એઈ કાપ્યો-કાપ્યોનો પોકાર છે પતંગ ! 

નાનકડું  બાળક ઈશ્વરને સદેશ મોકલે,
મમતામયી મા નો ,અણસાર છે પતંગ !

બચપણની લૂંટાલૂંટ આજે પણ યાદ છે,
'કાન્ત'ના  હૃદયનો  ધબકાર  છે પતંગ !
                        ***
-'કાન્ત'

No comments:

Post a Comment