ગીત !
પનઘટની વાટે તમને પામી ગયા,
હૈયે છે લાગણી ભરપૂર.
ઊંચકી ઉમંગ ઊભું છે આયખું,
ને આંખોમાં આંસુના પૂર !
શમણું ગુલાબી મને પરોઢે પજવે,
થઈ જાઉં હું તો રાજી-રાજી,
જીવનનું આકાશ ઝાંખું લાગે તો,
સુધારું હું બગડેલી બાજી.
લઈને અજવાળું દોડી જાઉં પાદરમાં,
ને, અંધારું જતું રહે દૂર !
વીંટળાતી જાઉં સાહ્યબાની બાંહોમાં,
ગાજણ હરખે ગાજી-ગાજી,
દામિની ચમકીને છાનુંમાનું જોઈ લે,
ઘટના છે આ તાજી-તાજી.
ઘૂંઘટ ઉઠાવે મારા મનનો માણીગર,
અંગ-અંગ સ્પર્શે ચકચૂર !
લીંપી ઘૂંપીને હું આંગણું શણગારું,
ને,એમાં પ્રેમનો મોરલો ટાંકુ.
તુલસીકયારો તો છમલીલો મલકે,
શરમાય સોયનું નાકું.
સઘળાં ચોઘડિયાં શુભ થઈને નાચે,
ને,પંખીઓએ કર્યો કલશોર !
પાણિયારે છે મહિયરનાં ઓરતાં ,
ઉંબરોય મરજાદા પાળે.
ટહુકા સંભળાય કાનમાં સખીઓના,
સાચવું હું એને મનના માળે.
હરખાતી-મલકાતી ઊભું ઝાંપે તો,
નાચતો મદમાતો મોર !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
પનઘટની વાટે તમને પામી ગયા,
હૈયે છે લાગણી ભરપૂર.
ઊંચકી ઉમંગ ઊભું છે આયખું,
ને આંખોમાં આંસુના પૂર !
શમણું ગુલાબી મને પરોઢે પજવે,
થઈ જાઉં હું તો રાજી-રાજી,
જીવનનું આકાશ ઝાંખું લાગે તો,
સુધારું હું બગડેલી બાજી.
લઈને અજવાળું દોડી જાઉં પાદરમાં,
ને, અંધારું જતું રહે દૂર !
વીંટળાતી જાઉં સાહ્યબાની બાંહોમાં,
ગાજણ હરખે ગાજી-ગાજી,
દામિની ચમકીને છાનુંમાનું જોઈ લે,
ઘટના છે આ તાજી-તાજી.
ઘૂંઘટ ઉઠાવે મારા મનનો માણીગર,
અંગ-અંગ સ્પર્શે ચકચૂર !
લીંપી ઘૂંપીને હું આંગણું શણગારું,
ને,એમાં પ્રેમનો મોરલો ટાંકુ.
તુલસીકયારો તો છમલીલો મલકે,
શરમાય સોયનું નાકું.
સઘળાં ચોઘડિયાં શુભ થઈને નાચે,
ને,પંખીઓએ કર્યો કલશોર !
પાણિયારે છે મહિયરનાં ઓરતાં ,
ઉંબરોય મરજાદા પાળે.
ટહુકા સંભળાય કાનમાં સખીઓના,
સાચવું હું એને મનના માળે.
હરખાતી-મલકાતી ઊભું ઝાંપે તો,
નાચતો મદમાતો મોર !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
No comments:
Post a Comment