Tuesday, 24 January 2017

ગીત 
(છંદ-મનહર) 

તમારી છબી ઉરમાં,સદાયે બિરાજે મારા,
મારા નસીબને છો ને,આજે વાંચે સિતારા.

નીલગગન જાગયું,  સપનાંમાંથી સફાળું,
એની મસ્તીમાં સઘળાં,ચેનચાળાં તમારાં.

મનના  માણીગરને,મારુ સર્વસ્વસોંપ્યું મેં,
હસ્ત કંકણ  ચમકે,   ઝૂલે   મારે  ઝગારા,  

પ્રીતની વેલ સરકે, સાસરીનાં આંગણીયે,
બાઈજી-નણદલના,   છે  હેતના  પટારા. 

મલકનો મલાજો છે,  સંસ્કાર મહિયરના,
ઓઢું ઓઢું  ને  ચૂંદડી,  મારે જ ચમકારા.

હું  થઈ ગઈ અમર,સોહાગણ ને સોહાગી,
'કાન્ત' કલમે  નીકળે,  શબદ   સહિયારા.
                           ***
-કૃષ્ણ'કાન્ત'









  





                             

No comments:

Post a Comment