ગઝલ
ગુલશનમાં છે નિવાસ,આવી શકે તો આવ તું,
શબનમ છે આસપાસ,આવી શકે તો આવ તું.
પરખ હતી કે વંચના ? બહાનું હતું કે શું હતું ?
સમજવાનો છે પ્રયાસ, આવી શકે તો આવ તું.
પ્રેમમાં પડવાની સજા ભોગવવા તૈયાર છું ,
કાઢયો છે મેં કયાસ , આવી શકે તો આવ તું.
સંબંધમાં શરત નહીં,એવું કહ્યું તું તેં યાદ છે ?
મને પાકો છે વિશ્વાસ, આવી શકે તો આવ તું.
હૈયે ઘણો ભાર છે,તારા આ અકળ મૌનનો,
ગાલ પર પડી ખરાશ, આવી શકે તો આવ તું.
ચાલીને હવે જોઈ લે 'કાન્ત'ના નકશે કદમ,
મારી બુજાશે પ્યાસ, આવી શકે તો આવ તું.
***
-'કાન્ત'
ગુલશનમાં છે નિવાસ,આવી શકે તો આવ તું,
શબનમ છે આસપાસ,આવી શકે તો આવ તું.
પરખ હતી કે વંચના ? બહાનું હતું કે શું હતું ?
સમજવાનો છે પ્રયાસ, આવી શકે તો આવ તું.
પ્રેમમાં પડવાની સજા ભોગવવા તૈયાર છું ,
કાઢયો છે મેં કયાસ , આવી શકે તો આવ તું.
સંબંધમાં શરત નહીં,એવું કહ્યું તું તેં યાદ છે ?
મને પાકો છે વિશ્વાસ, આવી શકે તો આવ તું.
હૈયે ઘણો ભાર છે,તારા આ અકળ મૌનનો,
ગાલ પર પડી ખરાશ, આવી શકે તો આવ તું.
ચાલીને હવે જોઈ લે 'કાન્ત'ના નકશે કદમ,
મારી બુજાશે પ્યાસ, આવી શકે તો આવ તું.
***
-'કાન્ત'
No comments:
Post a Comment