પાનબાઈ
ચાલો બટકું દઈએ પાનબાઈ ,
કાગનો કા કા સહીએ પાનબાઈ !
રૂડા -રૂપાળાં જહાજ શાં કામના,
આતમબળે તરીએ પાનબાઈ !
ખૂબી-ખામી શું જોવી માણસમાં ,
રણની રેતીમાં વહીએ પાનબાઈ !
ધૂપ,તિલક,ચંદન,પૂજા શેં કરવાં ?
રડતા ને હસતો કરીએ પાનબાઈ !
શબ્દો મારા બની ગયા મકરંદ,
કેદ થઈ પુષ્પે મરીએ પાનબાઈ !
નામ,ગામ અને સરનામાં કોના?
હલકારાનાપગે ફરીએપાનબાઈ !
દીવો પ્રગટાવી નિજ અંતરમાં,
'હું ' હરિ ચરણે ધરીએ પાનબાઈ !
***
-'કાન્ત'
No comments:
Post a Comment