ગઝલ
તમારી રવાનીને લોકો જુએ છે,
સંધ્યા સુહાનીને લોકો જુએ છે !
તસલ્લી છે દિલને તકદીર પર,
મજનૂની કહાનીને લોકો જુએ છે !
ન હોવું અમારું વરસાદી ટાણે ,
ભીંજાતી જવાનીને લોકો જુએ છે !
થયા સૂરીલા સુરાલયમાં જઈને,
સાકીની જુબાની લોકો જુએ છે !
મહેફિલમાં બેઠા શાની ઉદાસી ,
'કાન્ત' બયાનીને લોકો જુએ છે !
***
-'કાન્ત'
No comments:
Post a Comment