ગઝલ
સાંજ આવે છે સવાર આવે છે,
બાગમાં ગુલે બહાર આવે છે !
ચાલ પળમાં ખોલજે દરવાજો,
સજી-ધજીને મુજ પ્યાર આવે છે !
ફૂલની સોબત કરી'તી યુગોથી,
લાગણીમાં શાને ખાર આવે છે ?
એક ડગમાં દુનિયા માપી લીધી,
ત્યારે વામનનો વિચાર આવે છે !
કાલ આ શ્વાસ થંભી જશે ભીતરે,
મારતે ઘોડે અસવાર આવે છે !
પ્રેમના મર્મી બની જીવીએ જો,
ઘર સંસારમાં સાર આવે છે !
***
-'કાન્ત'
very nice.....blog.
ReplyDelete