Thursday, 9 July 2015

ગઝલ 

પ્રેમનો  સ્વીકાર  લઈ  આવો  હવે,
મીઠી  કો  તકરાર  લઈ આવો હવે !

શંખમાં   ઘૂઘવાટ  દરિયાનો   હશે, 
તરફડાટ આ પાર લઈ આવો હવે !

રાતનો  અવતાર  નોખો   હોય  છે,
ભીતરી  પોકાર  લઈ  આવો   હવે !

મિલન નો  મરમ શેં પૂછો  છો મને,
વિરહનો  પડકાર લઈ  આવો  હવે !

મજનૂ  હો  કે  લયલા હો  શો  ફરક ?
કોક  પથ્થરમાર  લઈ  આવો  હવે !

આ  અમારી  લાગણી બસ એટલી,
ગામ ઝાંપે સત્કાર લઈ  આવો હવે !

કેટલું  તોફાન , આજે   મઝધારમાં,
તોરલનો અવતાર લઈ આવો હવે !
                      ***
-'કાન્ત'

No comments:

Post a Comment