ગઝલ
આંખોનો પ્રભાવ છે સજની,
અહીં કયાં અભાવ છે સજની !
આ ઉદાસી નથી જીરવાતી,
તું ખુશીની આવ છે સજની !
મૌન છે તું મૌન છું હું,શબ્દોથી,
મારો -તારો લગાવ છે સજની !
એક મોતી પરોવી શકું મનમાં,
પ્રાગટ્યનો બનાવ છે સજની !
પૂરાઈ ગઈ વેદના જીવનની,
ભૂલી જવાનો ભાવ છે સજની !
***
-'કાન્ત'
No comments:
Post a Comment