ગઝલ
દરિયો તો આમે તૂફાની હોય છે,
સ્વપ્ન સેવે એ જવાની હોય છે !
આંખોમાં ચમક છે આગિયા જેવી,
હાસ્ય એનું હંમેશાં નૂરાની હોય છે !
મરજી કહી ગમનની એની પાસે,
એ રડે તો હા ની નિશાની હોય છે !
ઊભા છે ખડે પગે આ અરમાનો,
અને માશુકાની રવાની હોય છે !
'કાન્ત' એકલો ઊભો છે દ્વાર પર,
રસ્તા પર સાંજ સુહાની હોય છે !
***
-'કાન્ત'
No comments:
Post a Comment