Saturday, 11 July 2015

ગઝલ 

સ્વપ્નોનાં  દર્પણ  તૂટે  છે  સાહ્યબા,
અહીં , પોતાના    લૂંટે   છે  સાહ્યબા !

બંધ   બારણે  હલચલ  છે  શ્વાસની,
અંતિમ  સમયે એ  ખૂટે  છે સાહ્યબા !

આંખો મીંચીને ઊંઘી લઉં રોજ રાતે,
અચાનક કોઈ મને ઘૂંટે છે  સાહ્યબા !  

મેઘલી મધરાતે  વર્ષાનું આગમન,
 ભીતરે    કૂંપળ    ફૂટે   છે સાહ્યબા !

સંબંધના  અર્થને  ઉકેલું  કઈ  રીતે,
જિંદગી  પણ આજ  રૂઠે  છે સાહ્યબા !

શૂન્યતાની પળમાં ગઝલ જન્મ લે,
રદીફ  ને  કાફિયા  છૂટે  છે સાહ્યબા !

 શહેરના જૂના કૂવા ખાલી પડ્યા છે,
ભાગ્ય  મારા  હવે   ફૂટે  છે સાહ્યબા !
                        ***
-'કાન્ત'



No comments:

Post a Comment