ગઝલ
બઝમે -દોસ્તાંમાં મારો પડાવ આવે,
હયાતે-મુખ્તસરમાં મારો દાવ આવે !
અમૂક મિલન વિષે એવું બને છે,
વારંવાર મળવાનો પ્રસ્તાવ આવે !
વાદળાં આકાશમાં જો માળો ન બાંધે,
તો કયાંથી વરસાદની આવ આવે ?
કયારેક છેતરે છે રસ્તાના ભોમિયા ,
નહીંતર ઝટ તમારો તળાવ આવે !
ખ્વાહિસોનો કાફલો અજબનો છે ,
સુરાલયમાં પણ કોઈ સુજાવ આવે !
***
-'કાન્ત'
No comments:
Post a Comment