Friday, 10 July 2015

ગીત 

એ સાંભળો છો,
કોયલ આજે બોલે !
મીઠા ટહુકે સપ્તપદીના 
સાતે મંત્રો ખોલે !
કોયલ આજે બોલે !
સમય સરતો, સળવળતો સહવાસ,
દીપ પ્રગટે ઘટઘટમાં 
રેલાતો પ્રકાશ !
માઝમ રાતે તમે ચડો છો ઝોલે !
કોયલ આજે બોલે !
જીવતરની કેડીએ ચાલો,
મનમેળામાં મોજે મ્હાલો !
રોજ પરોઢે ભીંતે સૂરજ ડોલે !
કોયલ આજે બોલે !
ભવોભવથી તમને જાણું,
તમે એટલે સુરભિનું ગાણું!
નથી ચાલવું કોઈ મ્હોલે!
કોયલ આજે બોલે !
               ***
-'કાન્ત'










No comments:

Post a Comment