Monday, 20 July 2015

ગીત 

હરિ મારે તમને કેમ લખવી કંકોતરી ?
દશા ચાલે છે મને શનિની  અષ્ટોત્તરી !

હરિ,તમે છો ગ્રહ-નક્ષત્રના સ્વામી,
સીધી સાદી વાતને કેમ સમજું હું કામી ?

જીવન જન્મારામાં શ્વાસનું વસિયતનામું,
હું જ મરું ને હું જ જીવું,બીજું શું પામું ?

હરિ ,મારે તમને કેમ કરવા તેડા,
ઘણે  અહીં  રોજ  ભરાય  છે  મેળા !

તમે  આવશો જયારે  મુજ  આંગણ,
શું આપી શકીશ  હું ભવ ભવનો માગણ!

હરિ,માનવ મહેરામણનું કીડીયારું,
નથી કોઈ દેખાતું અવર માટે જીવનારું !

હરિ,મેં તો તમને વારંવાર છે વંદ્યા,
મારું વૈકુંઠ છે 'સાંધ્ય દીપ'ની સંધ્યા !

અશ્રુજલ સીંચી ઉગાડું શબ્દ લીલોતરી,
'કાન્ત'તમે આવશો  વગર કંકોતરીએ !
                         ***
-'કાન્ત' 






No comments:

Post a Comment