ગીત
કોના વાંકે પ્રેમ આપણો,
મરી મરી ને જીવે !
ઘટનાઓની મુઠ્ઠીમાંથી ,
બહાર આવતાં બીવે !
અંધકારની કાળી છાયા,
એ વરતાતો દીવે !
વર્ષાની બૂંદોની રીમઝીમ,
ટપ ટપ કરતો ચૂવે !
ક્યાંક વીજ શી રાધા ચમકી,
શ્યામની આંખે જુએ !
જીવન છે ધરતીનો કણકણ,
કશું ન પામો મૂવે !
ઉજાગરાનો થાક ઠોલતો ,
કોના ખોળે સૂવે ?
રણ વચ્ચાળે ઊભો કાફલો,
ઘર બંધાવ્યું ઢૂવે !
***
-'કાન્ત'
કોના વાંકે પ્રેમ આપણો,
મરી મરી ને જીવે !
ઘટનાઓની મુઠ્ઠીમાંથી ,
બહાર આવતાં બીવે !
અંધકારની કાળી છાયા,
એ વરતાતો દીવે !
વર્ષાની બૂંદોની રીમઝીમ,
ટપ ટપ કરતો ચૂવે !
ક્યાંક વીજ શી રાધા ચમકી,
શ્યામની આંખે જુએ !
જીવન છે ધરતીનો કણકણ,
કશું ન પામો મૂવે !
ઉજાગરાનો થાક ઠોલતો ,
કોના ખોળે સૂવે ?
રણ વચ્ચાળે ઊભો કાફલો,
ઘર બંધાવ્યું ઢૂવે !
***
-'કાન્ત'
No comments:
Post a Comment