હા જી....!
બીજાની ખુશીમાં આપણે તો રાજી,
નથી બનવું હવે કોઈનાયે કાજી !
હેત વિનાના આ વૈભવ શા કામનાં,
કૃષ્ણે ખાધી હતી વિદુરજીની ભાજી !
એવી તે મહેફિલમાં જવું છે નકામું,
જયાં સૌ કોઈ કહે આ તો છે માજી !
સદીઓની સદીઓ જૂની થઈ ગઈ ,
આપણે તો વાત વિચારવી તાજી !
ના કહીએ તો અહીં સૌને વાંધા પડે,
મનની દુરસ્તી માટે કરવું હા જી !
ખંડિતોને છે ભઈ આમે જોડવું અઘરું,
રેણ થઈને જોડીએ થઈ જાય સાજી !
માનવીની ભવાઈ છે ભાઈ બહુ ભૂંડી,
પીડે એને 'કાન્ત' ઈર્ષ્યાની ખાજી !
***
-'કાન્ત'
No comments:
Post a Comment