Tuesday, 7 July 2015

ગઝલ 

ગાલગાગા  ,ગાલગાગા 

મૌનની   દીવાલ   તૂટે,
આપના જ સવાલ ખૂટે !

ફેરવી લો  આમ  નજરું,
જિંદગીનો  ખ્યાલ  છૂટે !

ગોખથી  જો  ઊતરો તો,
ચાહનારા   વ્હાલ    લૂંટે !

ચાલ સાથે  આ ગલીમાં,
આંગણિયે   તાલ    ફૂટે !

એક  સાંજે  ભીંજતા'તા,
મેહુલો  જો  ઝાંઝ   કૂટે !
               ***
-'કાન્ત'

No comments:

Post a Comment