Monday, 13 July 2015

ગઝલ 

(લગાગા , લગાગા , લગાગા ,લગાગા )
મુતકારિબ -20 માત્રા 

છટાદાર   કોઈ   જનાનું   મળે  જો,
મને  સાંજના  કોઈ  છાનું  મળે જો !

રહું   હું   સદા  પ્રેમ   શરણે  જઈને,
મને  ગાંડપણનું   બહાનું  મળે  જો !

અરે તુજ  આંખો નશીલી  નશાથી,
મહેફિલમાં  કોઈ  સુહાનું  મળે  જો !

હૃદય કોષ  માંહી  મદિરા  ભરી  છે,
તરસને  સુવાને બિછાનું  મળે  જો !

થયાં બંધ  દ્વારો  સનમના હવે તો,
અચાનક પરમનું તરાનું  મળે જો !
                       ***
-'કાન્ત'

           

No comments:

Post a Comment