ગીત
વાદળી, અલી ઓ વાદળી,
તારું અમી જળ વરસાવ !
કચ્છ અમારો કામણગારો,
અલી એને તું શેં તરસાવ !
તારું અમૃતજળ ભરેલું રૂપ,
મધ થી પણ મીઠું સ્વરૂપ !
વસુંધરા ખીલે તવ સ્પર્શે,
છમ્મ લીલો રંગ તું પસરાવ !
તારાં પગલે પગલે જીવન,
ભર ચોમાસે તરસે આ મન !
સચરાચર વરસીને હવે તું,
'કાન્ત' રોમેરોમને હરષાવ !
***
-'કાન્ત'
No comments:
Post a Comment