Sunday, 26 July 2015

હમીરસર છલકાશે !

હમીરસર     છલકાશે,
મારું     હૈયું   હરખાશે !

પાળે એના ભેગા થઈ,
નગરવાસી  મલકાશે !

મોટો  બંધ   ગાંડોતૂર,
જળ  પ્રવાહ  લહેરાશે !

આવ   જોઈ પાણીની,
હૈયે   હૈયું      ભીંસાશે ! 

પાવડીના      કાંઠેથી,
તરવૈયા       ટકરાશે !

'મીં  ' નો પાડ માની,
મેઘ લાડુ      ખવાશે !

સરોવરને    જોવાને ,
છત્રી   વિણ  જવાશે !
           ***
-'કાન્ત'


No comments:

Post a Comment