ગઝલ
ગોરંભાયેલું આકાશ કેટલા દિવસથી !
કરે છે મેઘ નિરાશ કેટલા દિવસથી !
આષાઢી બીજ હિજરાય છે મીઠડા ,
મેઘતૃષ્ણાની ભીનાશ કેટલા દિવસથી 1
મીં અમારો માધો ધરતીનો છે લાડો,
આંખોમાં આ રતાશ કેટલા દિવસથી !
જળ વિન અમારો હમીરસર ધ્રુજે,
મોટા બંધના નિશ્વાસ કેટલા દિવસથી !
પાણી , કચ્છનો પ્રાણ સૃષ્ટી ની શાન,
સૂકાં પવનનો વાસ કેટલા દિવસથી !
બેસતાં વરસે વરસીને પગલાં થશે ,
મનનો આ વિશ્વાસ કેટલા દિવસથી !
હવે તો અનરાધાર આવીને જીવાડ ,
વેન્ટીલેટર' પર શ્વાસ કેટલા દિવસથી !
***
-'કાન્ત'
No comments:
Post a Comment