Thursday, 16 July 2015

ગઝલ 

શબ્દના  મરમને  ઉકેલવા  છે,
બધાં  ધરમને     ઉકેલવા    છે !

હું ત્યાં જ હતો,ત્યાં જ છું,રહીશ,
કરેલાં   કરમને    ઉકેલવા છે !

ડૂબવાની  છૂટ છે  મઝધારમાં,
મારે તો પરમ ને  ઉકેલવા છે !

જાણું છું , મને માફી નહીં મળે,
ગુનાહ બેશરમ ને ઉકેલવા છે !

કદાચ મનમાં મારગ હોઈ શકે,
ભીતરના  ભરમને ઉકેલવા છે !

શી  દશા   સ્ત્રીની અંત:પુરમાં ?
બાદશાહોના હરમ ઉકેલવા છે !

તિમિર માંહે મળે છે અજવાળું,
બેવફા  સનમને  ઉકેલવા છે !
                  ***
-'કાન્ત'

No comments:

Post a Comment