Sunday, 5 July 2015

ગીત 

ડગમગ   ડગમગ   ચાલું ,
               જીવું  હું  સંસારું !
ભ્રમણા થઈ ભાંગીને ભૂકો,
        કોઈ નથી અહીં મારું !
હવે  વેણ   થયાં  છે  મૂંગાં,
         કાનના પડદા સૂના !
નયન   થયાં   છે  ઘાયલ,
        દ્રશ્યો દેખાય અધૂરાં !
હવે   આવે   નહીં   બહારો ,
    પતઝડના છે  પડકારો !
શ્વાસ   હવે    તો     ખૂટ્યાં ,
    મને પોતાનાએ લૂંટયા ! 
ચાસ   પડ્યા   ચહેરા  પર ,
         રૂપના બંધન તૂટ્યાં !
મને  ઝડતો  નથી કિનારો,
          કયાંથી આવે આરો !
જન્મ-મરણના ભવ   ફેરા,
        મનોરથ રહ્યાં અધૂરાં !
પરભવના    કર્મો      દૂઝે ,
      આ ભવની ભીંતો ધ્રૂજે !
હવે   મળશે   નહીં સવારો,
          સ્વારથનો જન્મારો !
'હું'   થયો  છે  ઘરડો મારો,
       કાંડા  એના નાં મરોડો,
પેલે   પાર   જવું   હોય તો,
           કુટિલ રમતો છોડો !
છોડી  જશું   'કાન્ત'  શ્વાસો,
          થીજે જયારે સંથારો ! 
                   ***
-'કાન્ત'

No comments:

Post a Comment