અષાઢી બીજ !
હૈયામાં ઊગેલી વાત કહીશ અષાઢી બીજના !
ભીંજાઈ ને તરબતર થઈશ અષાઢી બીજના !
વાદળ-વીજ નર્તન કરશે કચ્છના આકાશમાં ,
મોતીડા પરોવીશ હેતના, દામિનીના પ્રકાશમાં !
હોથલને મીઠો હોંકારો દઈશ અષાઢી બીજના !
મારા સાહ્યબાને પ્રેમે પોકારીશ અષાઢી બીજના !
જોબનભર્યું યૌવન મ્હાલશે મોજથી મનમેળામાં,
મંગલ દિન -મંગલ ઘડી મ્હોરશે શુભ વેળામાં !
હમીરસરને ગીતે વધાવીશ અષાઢી બીજના !
આશાપુરાને નૈવેદ ધરાવીશ અષાઢી બીજના !
કારાયલ પણ કેકારવ કરશે ગામની વાડીઓમાં ,
નારી શક્તિ એ શોભશે ભાતીગળ સાડીઓમાં !
પરસ્પર હેત વરસાવીશ હું અષાઢી બીજના !
મેઘવીણાને 'કાન્ત' વગાડીશ અષાઢી બીજના !
***
-'કાન્ત'
No comments:
Post a Comment