Tuesday, 21 July 2015

ગઝલ 

તમારી  જવાની, જવા  ની  ક્ષણોમાં,
સમયની રવાની જવા  ની  ક્ષણોમાં !

ઘડી  આ  મિલનની  ટકોરા દિયે છે,
વિરહની  કહાની  જવા ની  ક્ષણોમાં !

લખાવી   નસીબે   તમે   બાદબાકી,
સફર આ  સુહાની જવા ની ક્ષણોમાં !

વરસતા  વરસમાં  મળે એ  હંમેશાં ,
ઋતુ એ દીવાની  જવા ની ક્ષણોમાં !

ખફા છો સનમ તો શું  કરવા ગહેકો ,
કથા આ પુરાની  જવા ની  ક્ષણોમાં !

અગર જો લખું  હું  છંદો  ને કલામે,
કરેલી કમાણી    જવા ની ક્ષણોમાં  !
                       ***
-'કાન્ત'
          








No comments:

Post a Comment