સ્પર્શ
આજની સાંજ મારા માટે કંઈક વિશેષ રહી.અષાઢ મહિનો હોય અને
કવિઓની વચ્ચે , ગોરંભાયેલા આભની નીચે બેસી કાવ્ય ગોષ્ઠીનું સં -
ચાલન કરવું એટલે વાદળાંની સાથે ધીંગામસ્તી કરવી.આજે મેં 'સાં-
ધ્યદીપ'(વરિષ્ઠ નાગરિક કવિઓની સંસ્થા-ભુજ-કચ્છ) ની બેઠકનું
સંચાલન 'વર્ષા કાવ્યો'થી કર્યું.
લાભશંકર ઠાકર નાં કાવ્ય 'વરસાદ પછી'ની પંક્તિઓ .............
જલ ભીંજેલી જોબનવંતી
લથબથ ધરતી અંગ અંગથી.
ટપકે છે કેં રૂપ મનોહર,
ભર્યા ભર્યા છે અહીં સરોવર !
થી મેં શરૂઆત કરી.અને પછી તો કાલિદાસનું 'મેઘદૂત' રામચરિત મા-
નસનો 'કિષ્કિન્ધાકાંડ'ખૂલવા લાગ્યા.
बरसा काल मेघ नभ छाये ,
गरजत लागत परम सुहाये।
घन घमंड नभ गरजत घोरा ,
प्रिया हीन डरपत मन मोरा।
લોક કવિને પણ યાદ કર્યો.
ડુંગર મોર કણુંકિયા, વાદળ ચમકી વીજ ,
રુદાને રાણો સાંભર્યો,આવી અષાઢીબીજ !
ધોધમાર વરસાદ વરસતો હોય ત્યારે એ વરસાદની સાથે કોઈની યાદ
અને સાદ પણ સંભળાયા કરે છે.કોઈકને યાદ કરવાનો આનંદ ભર વર-
સાદમાં ભરપૂર લૂંટી શકાય છે.વરસાદના ટીપાં આંસુના ટીપાં ને છુપા-
વી શકે છે.You can hide your tears in the rain !
કોઈકને માટે ઝૂરવું ગમે એવી આ મોસમ છે.તમે જોજો વરસાદ
ની ઝીણી-ઝીણી વાછટ આવતી હોય એનો સ્પર્શ આહલાદક હોય છે.મા -
દક હોય છે-મોહક હોય છે.કવિ લખે...........
તું ધરતી થઈને તરસે છે,
હું વર્ષા થઈને વરસું છું !
તારી ને મારી વચ્ચે હું,
મેઘ ધનુષ આકર્ષું છું !
તું ઝાડ થઈને જીવે છે,
હું વાદળ થઈને વરસું છું !
વર્ષા ગીતની વાત હોય અને કવિ ઉમાશંકર ન હોય એ કેમ બને ! 21 મી
જુલાઈ ના રોજ એમનો જન્મ દિવસ આવી ને ગયો.વરસાદ એમની પ્રિય
ઋતુ.એમણે જીવનભર શિશુ સહજ મુગ્ધતા જાળવી રાખી.એટલે જ એ લખી
શકયા........
ઝરણું રમતું રમતું આવે,
ઝરણું રમતું રમતું જાય !
ઝરણું રુમઝુમ કરતું નાચે,
ઝરણું ઝમઝમ કરતું ગાય !
વર્ષાના કવિ તરીકે જાણીતા પ્રહલાદ પારેખને પણ યાદ કર્યા ..............
આ ઝરણાં છલકે ,સરિતા છલકે ,
સાગર છેલ છબીલો જી !
આ ઊભા ઊભા તરુવર ન્હાતાં,
રંગ તો લીલમ લીલો જી !
વરસાદની વાત મેઘાણીના આ ગીત સાથે જ પૂરી થાય........................................
ઘનઘોર ઘટા ચહું ઓર દિસે ,
મન મોર બની થનગાટ કરે!
આકળ વિકળ સાનભાન,
વરસાદ ભીંજવે.............. !
હાલકડોલક આંખ કાન ,
વરસાદ ભીજવે................!
મોર બની થન ગાટ કરે,
મારું મન મોર બની થનગાટ કરે !
***
-'કાન્ત'

No comments:
Post a Comment