Thursday, 2 July 2015

મન 

અજબ   ખેલ   કરાવે  છે મન,
કયારેક જાતને હરાવે છે મન !

મોક્ષ  બંધનનું  કારણ  છે  એ,
તોયે  કેટલું  ડરાવે   છે   મન !

મન મજબૂત ખિસ્સામાં  જગ,
ગેબી  શક્તિ ધરાવે છે   મન !

હાર જીતનો આધાર એજ તો,
રાઈ મગજમાં ભરાવે છે મન !

મર્યાદાની  અવગણના  કરી,
સુવર્ણમૃગ  ચરાવે   છે   મન !
                   ***
-'કાન્ત'










No comments:

Post a Comment